વલસાડ: છેલ્લા સપ્તાહોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ ગુજરાતનાં રાજકારણમાં સતત ચર્ચા તો રહ્યો છે અને આદિવાસી સમાજના વીરો- વીરાંગનાઓ- શહીદો વગેરેને લઈને આદિવાસી યુવાનો-યુવતીઓ ખાસ્સા સભાન થયા છે અને પોતાની સંસ્કૃતિ અને પોતાના પૂર્વજોની નવી પેઢીમાં સમજણ ઊભી થાય તેને લઈને આદિવાસી વિસ્તારોમાં પ્રતિમાઓની સ્થાપના કરી રહ્યા છે ત્યારે વલસાડ રેલ્વે સ્ટેશન બહાર જે મહિલાની પ્રતિમા મૂકવામાં આવી છે તેને લઈને લોકચર્ચા ઉઠી છે કે આ કહેવાતી આદિવાસી મહિલાની પ્રતિમા ખરેખર આદિવાસી મહિલા નથી.
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડના એક જાણીતા લેખકે આ પ્રતિમા વિષે વલસાડ રેલ્વે સ્ટેશન અધિકારીને પુછ્યું હતું કે આ જે રેલ્વે સ્ટેશન બહાર જે પ્રતિમા છે તે શેનું નેતૃત્વ છે ત્યારે એ અધિકારીનો જવાબ હતો વલસાડ આદિવાસી વિસ્તાર છે અને આ પ્રતિમા આદિવાસી મહિલાની છે જે આદિવાસી સમાજનું નેતૃત્વ કરી રહી છે પણ તમે ક્યારેક વલસાડ રેલ્વે સ્ટેશન જાવ તો આ પ્રતિમાની મુલાકાત લેજો તમે જોશો તો આ પ્રતિમા એક એંગલ થી આદિવાસી મહિલાનું પ્રતિક લાગતું નથી. અને અધુરામાં પૂરું પ્રતિમા સામે આ પ્રતિમા સામે કે તેના નીચે તેનું નામકરણ પણ કરવામાં આવ્યું નથી. હવે જો આ પ્રતિમા આદિવાસી મહિલાની હોય તો ખૂબ સરસ પણ માત્ર આ માત્ર આદિવાસી સમાજને વલસાડ પ્રશાસન દ્વારા મૂર્ખ બનાવવાનો પ્રયાસ હોય તો તે ખૂબ જ નિંદનીય છે.
વલસાડના આદિવાસીજનોનું કહેવું છે કે આ બાબતે વલસાડના સાંસદ ડો. કે.સી પટેલે પણ ધ્યાન આપવું જોઈએ અને સાથે સાથે વલસાડના સરકારી પ્રશાસને પણ આ પ્રતિમા વિષે ચોખવટ કરવી જોઈએ કે આ કોણ આદિવાસી મહિલા છે તેનું નામ શું છે અને તેને શેની યાદગીરી અહી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે શું આદિવાસી સમાજને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે. આખરે શું સત્ય છે બહાર તો આવવું જ જોઈએ. નહીં તો વલસાડના આદિવાસી યુવાનો આ પ્રતિમાને લઈને પોતાની રીતે પગલાં ભરશે એવા એધાણ દેખાય રહ્યા છે

