ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના જામલીયા ગામમાં HP ગેસ એજન્સી દ્વારા જામલિયા ગામની આદિવાસી મહિલા- બહેનોને ગેસ- ચુલા રસોઈ કરતી વખતે શું ધ્યાન રાખવું ? કેવી રીતે ગેસનો વપરાશ કરવો વગેરે વિષે માહિગાર કરવામાં આવી હતી

આદિવાસી મહિલાઓને આ માર્ગદર્શિકા આપતી વેળાએ HP ગેસના હેડ ભાવિનભાઈ દેસાઇ, મેનેજર મુકેશભાઈ પટેલ અને HP ગેસ ધરમપુરનો સ્ટાફ હાજર રહ્યો હતો. ખાસ કરીને ગેસ વપરાશ, અને અક્સ્માત થાય તો કેવી કેવી કાળજી લેવી જોઈએ એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જામલિયા ગામની મોટા પ્રમાણમાં બહેનોએ હાજરી આપી હતી

જામલિયા ગામના સરપંચ શ્રી પરશુભાઈ સુરકાર તેમજ અન્ય વડીલ મિત્રો અને HP ગેસ CSC સંચાલક ચૌધરી રાજેન્દ્રભાઈ અને ધુમ નિતીનભાઈ જેઓનો પણ કાર્યક્રમને સફળ બનાવવા ફાળો રહ્યો હતો. HP ગેસના હેડ ભાવિનભાઈ દેસાઈએ જામલિયા ગ્રામવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.