સુબીર: ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા ગામથી ઝાડીમાં વૃક્ષ સાથે ફાંસી ખાધેલી હાલતમાં માનવ કંકાલ મળી આવતા સમગ્ર વિસ્તારમાં તર્ક-વિતર્ક અને લોકચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ FSL ટીમની મદદ લઈ વહુ સઘન તપાસ આદરી રહી છે.

Decision Newsને મળેલી માહિતી સુબીર તાલુકાના બરડીપાડા ગામની કુવાની ઝાડી નામથી ઓળખાતા વિસ્તારમાં ઝાડીમાં એક વૃક્ષ સાથે આશરે 5 થી 6 માસ પહેલાં દોરડાથી ફાંસી ખાધેલા મૃતદેહનું કંકાલ મળ્યું છે. ઘટના સ્થળની અને કંકાલ સાથે મળેલા કપડાની પ્રાથમિક તપાસ પરથી તારણ નીકળ્યું છે કે  કોઈ પુરુષનું કંકાલ છે. હાલમાં કંકાલને સુરત FSL ખાતે મોકલાયું છે.

આ ઘટના મુદ્દે સુબીર પોલીસના PSI કે. કે. ચૌધરી કરી રહ્યા છે. તેમણે સિંગાણા PHCના ડોક્ટર અને FSLની ટીમ બોલાવી તપાસ કરાવી સત્ય સુધી પોહ્ચાવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં કંકાલને સુરત FSL ખાતે મોકલવામાં આવ્યું છે. હવે ફાઈનલ રિપોર્ટ આવ્યા પછી જ ઘટના અને કંકાલ પુરુષ કે સ્ત્રીનું છે તે બહાર આવશે. પોલીસને આ ઘટનાની જાણ બરડીપાડા ગામના એક વ્યક્તિએ કરી હતી.