ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સારવણી ગામના સરપંચ વિરૂદ્ધ ગામના દરેક સભ્યો દ્વારા અવિશ્વાસની ચીખલી તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિતમાં દરખાસ્ત મુકવામાં આવતાં સમગ્ર પંથકના લોકોમાં  ચર્ચાનું ચકડોળ ફરવા લાગ્યું છે.

ચીખલી તાલુકાના સારવણી ગામના સરપંચશ્રી હિતેશભાઈ દલપતભાઈ પટેલ વિરુદ્ધ ગામના દસે દસ સભ્યો દ્વારા ગામના તલાટી અને ચીખલી તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત માં અવિશ્વાસની પ્રસ્તાવના કરવામાં આવી. Decision news એ સીધા સરપંચશ્રી વિરૂદ્ધ અવિશ્વાસની પ્રસ્તાવના કરનારા દસે દસ ગામના સભ્યો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ગામના સરપંચશ્રી હિતેશભાઈ દલપતભાઈ પટેલ ગામના વિકાસના કામોમાં રસ ધરાવતા નથી. અને ગામના દસે દસ સભ્યોના વિસ્તારમા જરૂરિયાત ના કામો જણાવવા છતાં પણ ધ્યાન પર લેતા નથી. અને ગામના વિકાસના કોઈ પણ કામો હોય દરેક સભ્યોની મંજુરી લીધા વિના વિશ્વાસમાં રાખ્યા વગર પોતાની મનમાની ચલાવે છે. અને ગામ જનો ની માગ છે. કે ગામના સરપંચ શ્રી હિતેશભાઈ દલપતભાઈ પટેલ ને સરપંચ પદેથી તાત્કાલિક બરતરફ કરે.

સારવણી ગામના સભ્યોની વાતોને ધ્યાને લેતા એવું લાગી રહ્યું છે કે ગામના વિકાસના કામોને ધ્યાને લઈ ગામને સમૃદ્ધ ગામ બનાવવામાં કોઈ રસ નથી. હવે જોવું એ રહ્યુંકે ગામજનો ની લેખિતમાં ફરિયાદ અને મોખિક વાતો ને ધ્યાને લઈ ગ્રામ જનો ને ન્યાય ક્યારે મળશે ? અને મળશે તો ક્યારે ?