કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના ચાવશાળા પ્રાથમિક શાળા ખાતે તા.14-15 ડિસેમ્બરના રોજ જી.સી. ઇ આર.ટી.ગાંધીનગર પ્રેરિત બી.આર.સી. કપરાડા દ્વારા આયોજિત તાલુકા (બી.આર.સી) કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન – ૨૦૨૨ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કપરાડાના ધારસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા..
જુઓ કાર્યક્રમની એક ઝલક વિડીયોમાં..
Decision Newsને મળેલી જાણકારી મુજબ આ પ્રદર્શનનો મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડા રાખવામાં આવ્યો છે. વિજ્ઞાન પ્રદર્શનનો ઉદઘાટન સમારોહ ધારાસભ્ય જીતુભાઈના હસ્તે 14 મી ડિસેમ્બરના રોજ બપોરે 12.15 વાગ્યે કરવામાં આવ્યું. આ પ્રદર્શન દ્વારા બાળકો અને શિક્ષકોના નાવિન્યપૂર્ણ અને રચનાત્મક વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું. આ પ્રસંગે સ્થાનિક રાજકીય પદાધિકારીઓ ઉપરાત ચાવશાળા ગામના સરપંચ સારિકાબેન સવરા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રીતિબેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા આચાર્ય હિરલ બેન.પટેલ અને બિ. આર.સી સંજય મકવાણા સહિત ટીમ કપરાડા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.