ચીખલી: થોડા વખત પહેલા જ ચીખલી તાલુકાના રૂમલા ગામમાંથી છુટા પડેલા આંબાપાડા ગામના ચિકારપાડા ફળિયામાં અંબામાતાના મંદિરનું વાંસદા- ચીખલીના ધારાસભ્ય અને સમસ્ત આદિવાસી સમાજ નવસારીના પ્રમુખ ડૉ. નિરવ પટેલના હસ્તે ભવ્ય ખાર્તમૂહર્ત કરાયું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ખાર્તમૂહર્ત પ્રસંગે હાજર લોકોને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે શિક્ષણ, આરોગ્ય અને વિકાસની રાજનીતિમાં હરહંમેશ આ વિસ્તારની પ્રજા સાથે આગળ રહેવાની ખાતરી આપી અને જંગી બહુમતીથી ચૂંટવા બદલ તમામ પ્રજાજનોનો આભાર માન્યો હતો. અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ પટેલે અંદરોઅંદરના ઝગડા ભૂલીને વાદવિવાદ છોડીને તમામ આદિવાસીઓને એક થવા હાકલ કરી હતી.

આ પ્રસંગે લોકપ્રિય ધારાસભ્ય અનંત પટેલ, ખેરગામના તબિબ દંપતિ ડો. નિરવ પટેલ અને ડો. દિવ્યાંગી પટેલ, નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ગણદેવી વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અશોક પટેલ (કરાટે), વલ્લભભાઈ ઘોલાર અને ઉમેશભાઈ ઘોડવણી સરપંચો, જયંતિભાઈ રાનકુવા, રાજુભાઈ, મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, કાર્તિક, નીતાબેન સહિતનાઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.