Current affairs: ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગના એકમ ટેલિકોમ એન્જિનિયરિંગ સેન્ટરે વાઇફાઇ એન્ટેના દ્વારા મોબાઇલ પર ટીવી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો ડ્રાફ્ટ જારી કર્યો છે. ત્યારે હવે આવનારા સમયમાં તમે ઇન્ટરનેટ વગર મોબાઇલ પર ટીવી જોઇ શકશો.
આવનારા દિવસોમાં તમે ઇન્ટરનેટ વગર મોબાઇલ પર ટીવી જોઇ શકશો. આ નવી ટેકનોલોજી આવ્યા પછી તમારા મોબાઇલ ટેલિવિઝન બની જશે. તમે ઇન્ટરનેટ વિના ટીવી ચેનલો જોઈ શકશો. તમારે મોબાઇલ પર ટીવી જોવા માટે ડેટાનો ઉપયોગ નહીં કરવો પડે. તમારા મોબાઈલના ડેટા પણ નહીં વપરાય.
ટેલિકોમ વિભાગના ડ્રાફ્ટ અનુસાર, કોઈ વ્યક્તિ વાઈફાઇ એન્ટેના દ્વારા મોબાઇલ પર ટીવી કાર્યક્રમોની મજા માણી શકાશે. ચેનલો તમને વાઇફાઇ એન્ટેના દ્વારા ઉપલબ્ધ થશે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ટીવીની પહોંચ વધુ સરળ બની જશે.

