બારડોલી: ગંગાધરા ગામના ખેડૂત મંગળવારના રોજ બારડોલી માર્કેટમાં પોતાના ખેતરના રીંગણ તોડી વેચવા માટે ગયા હતો ત્યારે વેપારીએ મણ રીંગણ 20 રૂપિયા જણાવ્યા હતા જેને લઈને રોષમાં આવી ખેડૂતે રસ્તા પર જ રીંગણ વેરીને બુમ મારવાની ચાલુ કરી કે જેને જેટલા રીંગણ લઇ જવા હોય એટલા લઇ જાય..આ દ્રશ્યો સર્જાતા જ રીંગણ લેવા પડા પડી થવા લાગી હતી..
જુઓ વિડીયો..
આમ સામાન્ય ગરીબ ખેડૂતને મહેનત કર્યા પછી પ્રમાણમાં ભાવ ન મળતા 1150 કિલો રીંગણ રસ્તા પર વેરીને રોષ ઠાલવ્યો હતો અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને લોકોને બુમો પાડી રીંગણ લઇ જવાનું કહી પોતાના ઘર તરફ ની વાટ પકડી હતી