ગુજરાત: રાજકીય કર્મશીલ રોમેલ સુતરિયા પોતાના ફેસબુક એકાઉન્ટ પર મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસને ટાંકીને કરેલી પોસ્ટ બાબતે અનેક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. 2022 માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં કારમો પરાજય વેઠી રહેલી ગુજરાત કોંગ્રેસ 17 બેઠકમાં સમાય ગયા બાદ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની પસંદગી કરવામાં તેમજ 10% ધારાસભ્યો વિરોધ પક્ષ પાસે આ હોય તેવા સંજોગોમાં પણ વિરોધ પક્ષના નેતાનું ચયન થઈ શકે કે કેમ તે બાબતે ચર્ચાઓએ જોર પકડ્યું છે.
તેવામાં રોમેલ સુતરિયા જેઓએ પોતાના ફેસબુક મારફતે તેમનો અને જીગ્નેશ મેવાણી (વડગામ ધારાસભ્ય) નો જુનો ફોટો મુકતા લખાણ લખ્યું હતું કે “મૃતઃપ્રાય ગુજરાત કોંગ્રેસ માટે સંજીવની બૂટી મારી સાથે ઊભેલ આ હનુમાન પાસે છે, ગુજરાત કોંગ્રેસે આ તરવરીયા વિદ્રોહી વ્યક્તિત્વને સંજીવની લેવાં વિરોધ પક્ષના નેતા જાહેર કરી વિધાનસભામાં મોકલવામાં હવે મોડું ના કરવું જોઈએ. “
આ લખાણ તેવા સમયમાં મુકવામાં આવ્યું જ્યારે વિરોધ પક્ષની ટકાવારી બાબતે ભારે અસમંજસ સર્જાયેલું છે જેથી અમારી ટીમ દ્વારા રોમેલ સુતરિયાનો સંપર્ક કરતા તેઓએ Rule of legislation નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વિરોધપક્ષના નેતાની પસંદગી કરવા માટે 10% ધારાસભ્ય રાખવાની બાબત મરજીયાત જેવી છે.ઊદાહરણ તરીકે દીલ્હીમાં ૩ બેઠક જીતનારી ભાજપ વિરોધ પક્ષ બની શકે તો 17 સીટો સાથે કોંગ્રેસ પોતાનો વિરોધ પક્ષનો નેતા ચોક્કસ બનાવી શકે છે. માત્ર સ્પીકર તેમને સહુથી વધુ બેઠકો હોવાથી વિરોધ પક્ષ તરીકે આમંત્રણ પાઠવે. ગુજરાતમા પણ ભુતકાળમાં ચિમનભાઈ પટેલ વિપક્ષ નેતા હતા ત્યારે 14 બેઠકો સાથે જનતા દળના વિપક્ષના નેતા તરીકે તેઓનું ચયન કરવામાં આવ્યું હતું.
હવે જોવાનું તે રહે છે કે ખરેખર મૃતઃપ્રાય અવસ્થામાં પહોંચલી ગુજરાત કોંગ્રેસ રોમેલ સુતરિયા ના શબ્દો સમજી ખરેખર સંજીવની બૂટી મેળવવા આ હનુમાન તરીકે સંબોધિત કરેલ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઊપર વિપક્ષ નેતા તરીકે ની પસંદગી ઉતારી ગુજરાત કોંગ્રેસે આ તરવરીયા વિદ્રોહી ધારાસભ્યને સંજીવની બૂટી લેવાં વિરોધ પક્ષના નેતા સ્વરૂપે વિધાનસભામાં રજુ કરશે કે કેમ ?

