ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના સાદડવેલ ગામના દાદરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર કેનાલ માંથી બે મોટર સાયકલ બિનવારસી હાલતમાં મળી આવી હતી જેને લઈને ચીખલીના રાનકુવા પોલીસ ચોકીના પોલીસ કર્મી એ કર્યું સુલેહનીય કાર્ય કર્યું હતું.

Decision News સાથે રાનકુવા પોલીસ ચોકીના અ.હે.કો. દિનેશભાઈ સાથે વાત કરતા જણાવ્યુકે ચીખલી તાલુકાના રાનકુવા પોલીસ ચોકીના અ.હે.કો.દિનેશભાઈ મણીલાલ બ.નં 847 તથા પો.કો. કલ્પેશભાઈ માનસીંગભાઈ બ. નં. 1090 ના ઓ સાથે રાનકુવા ચોકી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન એમને ખાનગી રાહે માહિતી મળેલ કે, ચીખલીના સાદડવેલ ગામે દાદરી ફળિયામાંથી પસાર થતી કાકરાપાર કેનાલમાં બે મોટર સાયકલ બિનવારસી હાલતમાં પડેલ છે.

જાણવા મળ્યું છે કે અ.હે.કો.દિનેશભાઈ મણીલાલ પટેલ અને પો.કો. કલ્પેશભાઈ માનસીંગભાઈ સદર જગ્યાએ જઈ જોતા કેનાલના પાણીમાં બે મોટર સાયકલ પડેલ હતી જેથી બે પંચોના માણસો બોલાવી પંચો રૂબરૂ સદર બને મોટર સાયકલ કેનાલના પાણીમાંથી બહાર કાઢી જે પૈકી હોન્ડા સીબી સાઈન મો.સા. કાળા કલરની જેના આગળ પાછળ નંબર પ્લેટ જોતા જેનો રજી.નં. GJ -15 BJ- 0399 નો છે. જેનો ચેચીસ નં ME4JC652KFT061758 તથા એન્જિન નં. JC65ET0205803 નો છે. તથા બીજી મો.સા. હીરો એચ એફ ડીલક્ષ કાળા કલરની જેના આગળ પાછળ નંબર પ્લેટ જોતા જેનો રજી.નં GJ-15 DC-6964 ની છે. જેનો ચેચીસ નં. MBLHAR231J5L00047ની તથા એન્જિન નં. HA11ENJ5L00028 નો છે. જે બને મોટર સાયકલના માલિક અંગે પૂછપરછ કરતાં કોઈ મળી આવેલ ન હોય જેથી હોન્ડા સીબી સાઈન મો.સા.રજી.નં.GJ – 15 BJ-0399 ની આશરે કિં.રૂ. 25,000/- તથા હીરો એચ એફ ડીલક્ષ મો.સા.રજી.નં. GJ -15 DC-6964 ની આશરે કિં.રૂ. 20,000/- ગણી વિગતવાર નું પંચનામુ કલાક 11:00 થી કલાક 12:00 સુધીની કરી લઈ CRPF કલમ 102 મુજબ વધુ તપાસ અર્થે કબ્જે કરવામાં આવી છે.