વાંસદા: તામિલનાડુમાં માંડુંસ ચક્રવાતની અસરના પગલે વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાના વાંસદા તાલુાકના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વાંસદાના કાવડેજ અને ગંગપુર ગામમાં તો ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 10થી 14 તારીખ દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ગતરોજ રાતે વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાના વાંસદા તાલુાકના ગામડાઓમાં કાવડેજ અને ગંગપુર વલસાડ જિલ્લાના ધરમપુર આસપાસના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. આ કમોમસી વરસાદને લઈને કેરી પકવતા ખેડૂતોને આંબા પરના ફ્લાવરિંગને નુકસાનની થવાની ભય સતાવવા લાગ્યો છે.

નવસારી અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવનારા દિવસો પણ કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરવામાં આવી છે.