ગુજરાત: ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ગતરોજ શપથગ્રહણ કર્યા છે. તેની સાથે કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે ત્યારે કેટલાક એવા પણ નામો છે ચર્ચામાં જે અગ્રેસર હોવા છતા મંત્રીમંડળમાં સમાવેશ થયો ન હોવાનું એમના અરમાનો પર પાણી ફરી વળ્યું હતું.
જેમાં શંકર ચૌધરી, જીતુ વાઘાણી, રમણલાલ વોરા, જયેશ રાદડિયા, અલ્પેશ ઠાકોર, શંભુપ્રસાદ ટુંડીયા, પુર્ણેશ મોદી, કિરીટસિંહ રાણા, અર્જુન સિંહ ચૌહાણ, મનીષા વકીલ, જીતુ ચૌધરી, વિનુ મોરડીયા, હાર્દિક પટેલ, નરેશ પટેલ ના નામો સામેલ કરી શકાય.
ભાજપમાંથી આ નામો એવા છે જેઓ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં બહુમતીથી જીત્યા તો ખરા અને લોક ચર્ચામાં મંત્રીપદ માટે દાવેદાર પણ રહ્યા પરંતુ તેમના નામ મંત્રીમંડળમાં સમાવેશ ન થતા જ તેમના સપનાં રોળાય ગયા અને સાથે સાથે એમના સમર્થકોમાં પણ નિરાશા પ્રસરી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

