વાંસદા: આપણો જન્મ થતાં જ આપણને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળી જતાં હોય છે ત્યારે આવા અધિકારો કોઈ આપતું પણ નથી અને કોઈ છીનવી પણ શકાતું નથી આવો જાણીએ આજના વિશ્વ માનવ અધિકાર દિવસ કેમ ઉજવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે બે વિશ્વયુદ્ધએ માનવતા, માનવ મૂલ્ય અને માનવ સંસ્કૃતિનાં વિધ્વંસક થયો અને અંતે યુનાઇટેડ નેશન્સે 10 ડિસેમ્બર 1948માં યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હુમન રાઇટસ્ (માનવ અધિકાર અંગે વિશ્વવ્યાપી ઘોષણાપત્ર)ની જાહેરાત કરી. અને ત્યાર થી 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં માનવ અધિકાર પંચની પ્રથમ વખત રચના 1993માં થઇ અને ઓક્ટોબર 2004 સુધીમાં 14 જેટલા રાજ્યોમાં પણ રાજ્ય માનવ અધિકાર પંચની સ્થાપના કરવામાં આવી.

આપણું જીવન અર્થપૂર્ણ અને ગૌરવવાન એવા મુખ્ય અધિકારો એક સ્વાતંત્રય ને માનવામાં આવે છે જે આપણને કોઈપણ પ્રકારના કામ કરવાની તક પૂરી પાડે છે.