દક્ષિણ ગુજરાત: ભારતીય હવામાન વિભાગે આગાહી છે કે દક્ષીણ ગુજરાતમાં આગામી 12 ડીસેમ્થીબર 13 ડિસેમ્બર કમોસમી વરસાદ આવશે. ત્યારે આ પ્રદેશના ખેડૂતોને ખેતીના પાકમાં જરૂરી સાવચેતીઓ લેવા જિલ્લા ખેતીવાડી વિભાગે અપીલ કરી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ દક્ષીણ ગુજરાતના પ્રદેશમાં આવેલા સાત જિલ્લાના લીલા શાકભાજી, ડાંગર, શેરડી અને આંબા વાડીઓ ઉપર નભતા ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા એક અપીલ કરવામાં આવી છે કેમ કે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 12 ડીસેમ્થીબર 13 ડિસેમ્બર કમોસમી વરસાદ વરસવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે.
આ અંગે વલસાડ- નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી અને નાયબ બાગાયત નિયામક કચેરી વલસાડ દ્વારા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે હાલમાં તૈયાર થનાર પાકોની લણણી કરી લેવી અને જો સંભવ હોય તો આ કામ આગાહીના દિવસો પત્ય પછી કરવા. આ ઉપરાંત નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા જણાવેલ પાકોમાં નુકસાની ન થાય તે માટે પ્રમાણમાં પાણી- ખાતર અને રોગ જીવાતની દવા આપવું વગેરે તકેદારીના જરુરુ પગલાં લઇ લેવા સુચન કરવામાં આવ્યા છે.

