ડાંગ: ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ફરી એક વખત 19,674 મતની લીડ સાથે પોતાની જીત 173-ડાંગ વિધાનસભાની બેઠક પર નોંધાવી ભાજપાનાં ઉમેદવાર વિજયભાઈ પટેલના ડાંગવાસીઓએ ઉત્સાહ અને ઉમંગથી ઉમળકાભેર વધામણા કર્યા

ઉલ્લેખનીય છે કે ડાંગ વિધાનસભાની બેઠક પર આ વખતે ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રીપાંખીયો જંગ હતો જેમાં 173-ડાંગ (S.T.) બેઠકનાં ભાજપાનાં ઉમેદવાર વિજયભાઈ રમેશભાઈ પટેલનો 19,674 મતે વિજય મેળવ્યો હતો. 24 રાઉન્ડમાં વિજયભાઈ પટેલને 62,533 મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશભાઈ ચંદરભાઈ પટેલને 42,859 મત, આપના ઉમેદવાર સુનિલભાઈ ચંદુભાઈ ગામીતને 20,822 મત, BSPનાં ઉમેદવાર સંગીતાબેન મહેશભાઈ આહિરેને 1468 મત, અપક્ષના ઉમેદવાર એસ્તરબેન કેશરભાઈ પવારને 1103 મત અને BTPના ઉમેદવાર નિલેશભાઈ શિવાજીભાઈ ઝાંબરેને 847 મતો મળ્યા હતા

ડાંગ બેઠક પર વિજયભાઈ પટેલ ત્રીજી વખત લોકમત મળી આવતા ભાજપાનાં કાર્યકરો ડીજેનાં સંગીતે વિજયભાઈનું વિજય સરઘસ કાઢ્યું હતું.