ડાંગ: ગતરોજ 2022 વિધાનસભાની ત્રિ-પાંખિયા ચુંટણીનું પરિણામ આવ્યું જેમાં ભાજપનો વિજય થયો અને કોંગ્રેસ હરીફ પાર્ટી તરીકે બીજા ક્રમે રહી અને આપ ત્રીજા ક્રમે..જો ડાંગના અને નવસારી જિલ્લાના રાજકીય વિશ્લેષકો એવું માને છે કે જે રીતે પરિણામ આવ્યું એ જોતા લાગે છે કે ડાંગમાં આપ પાર્ટી કોંગ્રેસના જીતનું ગાણિત બગાડ્યું છે.
Decision News સાથે વાત કરતા ડાંગના અને નવસારી જિલ્લાના રાજકીય વિશ્લેષકો જણાવે છે કે ડાંગમાં પ્રથમવાર જ બે પક્ષો વચ્ચેના જંગને બદલે આ વખતે સ્પષ્ટ રીતે ત્રણ પક્ષોનો વચ્ચે સીધો જંગ થયો હતો જેમાં કોંગ્રેસ અને આપના સંયુક્ત મતો ભાજપ કરતા પણ વધારે છે. અર્થાત્ આ બન્ને પક્ષોના મતોનું એકીકરણ થયું હોત ભાજપ ડાંગમાં હાઈ ગયું હોત.. કારણ કે ડાંગ બેઠકના 24 રાઉન્ડમાં વિજયભાઈ પટેલને 62,533 મત મળ્યા હતા.જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર મુકેશભાઈ ચંદરભાઈ પટેલને 42,859 મત, આપના ઉમેદવાર સુનિલભાઈ ચંદુભાઈ ગામીતને 20,822 મત, જો આપ અને કોંગ્રેસના માતો ને ભેગા કરી દેવામાં આવે તો 63,681 મત થાય અને ભાજપના ઉમેદવાર વિજયભાઈના કુલ મત 62,533 છે. તો કોંગ્રેસ 1,852 મતોથી જીતી શકી હોત. કોંગ્રેસના કાર્યકરોનું કહેવું છે કે હાર મળ્યા બાદ એવા પ્રત્યાઘાત આપ્યા હતા કે આમ આદમી પાર્ટી પોતે જીતી નહીં અને અમને જીતવા દીધા
ડાંગ બેઠક પર કોંગ્રેસની હારમાં આમ આદમી પાર્ટીને નડી હોવાના મતમતાંતર કોંગ્રેસના ડાંગી કાર્યકર્તાઓં થઇ રહ્યા છે. ડાંગ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મતોનું મોટાપાયે વિભાજન થયું અને ભાજપ પોતાની મતબેન્ક સાચવવામાં સફળ રહ્યું તે ભાજપના વિજયમાં કારણભૂત મનાય છે. મત વિભાજનનો અને ત્રિપાંખિયા જંગનો મોટો ફાયદો ભાજપને મળ્યો છે.

