દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

નવસારી: ગુજરાત વિધાનસભાની નવસારીની 4 બેઠકોની મતગણતરી પૂર્ણ થઈ છે તેમાં 3 બેઠક એટલે કે જલાલપોર, નવસારી, ગણદેવીમાં ભાજપે જીતી છે અને વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે વિજય મેળવ્યો છે ત્યારે કાઉન્ટિંગ સેન્ટરના ગેટ પર વાંસદા કોંગ્રેસ અને ગણદેવી ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર વાતાવરણ બન્યા દ્રશ્યો સામે આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના કાઉન્ટિંગ સેન્ટરના ગેટ પર વાંસદા કોંગ્રેસ અને ગણદેવી ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું. જેમાં નરેશ પટેલની સામે હાય રે મોગલી હાઈના નારા લાગ્યા બોલાયા હતા. અને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઇ જતા પોલીસ મામલો શાંત પાડવાની તસ્તી લેવી પડી હતી.

ઉલ્લેખનીય છે કે નવસારીમાં ગણદેવી બેઠક પર 19 રાઉન્ડમાં 88 હજાર 845 મતોથી ભાજપના નરેશ પટેલે જીત મેળવી છે ત્યારે વાંસદામાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પેટેલે 32 હજાર 580 મતોથી વિજય હાંસિલ કર્યો છે.