ધરમપુર: સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્યના ડો. પ્રદીપભાઈ ગરાસિયાના પ્રમુખપદે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્રારા વર્ષોથી સામાજિક સુધારણા, શિક્ષણ અને આરોગ્યલક્ષી અનેક કાર્યવાહીઓ કરવામાં આવી છે. ફરી એક વખત ધરમપુરની ગરીબ દીકરીને શિક્ષણમાં શિક્ષણમાં આર્થિક સહાય કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ થોડા દિવસ પહેલા ડૉ.પ્રદીપભાઈને ધરમપુર તાલુકાના આંબા ગામના રાહુલભાઇ દ્વારા તુંબી ગામના મહેશભાઈના પરિવારને ૨ દિકરીઓના શિક્ષણમાં પડી રહેલી તક્લીફ વિષે વાત કરવામાં આવી. નાની દીકરીને પ્રોત્સાહન આપી સમાજના છેવાડાના વ્યક્તિઓ પણ ભણીગણીને ખૂબ પ્રગતિ કરે એવી આશા વ્યકત કરી હતી તેમજ જો કોઈ જરૂરિયાતમંદને જરુર હશે તો અમારો સંપર્ક કરવાનો અનુરોધ કર્યો હતો. દિકરીના પિતા મહેશભાઈ દ્વારા પણ મીડિયા સાથે વાતચીત કરતાં ખુદ્દારી સાથે જણાવેલ કે મે હંમેશા મારી દિકરીઓને સમજાવેલ કે તમે ભણીગણીને કમાતા થાવ પછી સમસ્ત આદિવાસી સમાજને પરત કરી અન્ય ગરીબ બાળકોને મદદરુપ થજો.

આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ નવસારીના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઈ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, ડો.નીતિન પટેલ, કમલેશ પટેલ ભરતભાઈ, વિરલ, કીર્તિ પટેલ, દલપત પટેલ, દર્શિત, કાર્તિક, મિંટેશ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજય દ્વારા ૪૪૯ જેટલા વિદ્યાર્થીઓને ૪૨ લાખ કરતા વધારે રૂપિયાની સહાય કરવામાં આવી ચુકી છે અને આ યજ્ઞ હજુપણ ચાલુ સતત ચાલુ જ છે.