વલસાડ: 11મો રાજ્યકક્ષાનો ખેલમહકુંભ સુરત ખાતે યોજાયો હતો જેમાં ટેકવિન્ડો રમતમાં અંદર -17 (32kg) માં વલસાડ જિલ્લાની ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડાની વિદ્યાર્થીની સોનાલી સુરેશભાઈ ભોયાએ ટેકવિન્ડો રમતમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ભગિની સમાજ હાઈસ્કૂલનું નામ રોશન કર્યું હતું.
Decision Newsને મનોજ રાઉત પાસેથી મળેલી માહિતી મુજબ આ રમત રાષ્ટ્રીયકક્ષાએ દહેરાદૂન (ઉતરાખંડ) મહારાણા પ્રતાપ સ્પોર્ટસ કોલેજ મુકામે યોજાયેલ હતી. આ ટેકવોન્ડો સ્પર્ધામાં ભગિની સમજ હાઈસ્કૂલ ઉદવાડા (R. S) ની વિદ્યાર્થીની સોનાલી સુરેશભાઈ ભોયા ધો (11-અ) ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલું હતું.
ભગિની સમાજ હાઈસ્કૂલમા ધોરણ-11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોનાલીબેન ભોયા ગામ- વરવઠ તા-કપરાડા જી. વલસાડએ રાજ્ય કક્ષાએ પ્રથમ અને નેશનલ કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી ગુજરાત રાજયનું તેમજ ભગિની સમાજ હાઈસ્કૂલ ઉદવાડાનું નામ રોશન કરવા બદલ શાળાનાં આચાર્યા શ્રીમતી ચેતનાબેન પટેલ તેમજ શાળા પરિવાર તરફ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.