GSTV ફોટોગ્રાફ્સ

અમદાવાદ:મ આદમી પાર્ટીના વટવા વિધાનસભાના મીડિયા કન્વીનર હાર્દિકને ક્રાઈમબ્રાંચે ઈગ્લિંશ દારૂની છ બોટલ સાથે શુક્રવારે બપોરે ઝડપી પાડયાની ઘટના સામે આવી છે રામોલ પોલીસે સ્ટેશનની પાછળ આવેલી રામેશ્વર એસ્ટેટ પાસે વોચ ગોઠવી દારૂની બોટલો, કાર, બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ.૩.૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યાનું મીડિયા અહેવાલ છે.

GSTV માં છપાયેલા અહેવાલ મુજબ ક્રાઈમબ્રાંચની તપાસમાં પકડાયેલા આરોપી હાર્દીક સુરેશભાઈ પટેલ (ઉં,૩૨)રહે, વૃંદાવન વાટીકા, આલોક-૫ની બાજુમાં, વસ્ત્રાલનો આમ આદમી પાર્ટીનો વટવા વિધાનસભાનો મીડિયા કન્વીનર હોવાનું ખુલ્યું છે. ક્રાઈમબ્રાંચે આરોપી હાર્દીકને રામોલ પોલીસને સોંપ્યો હતો. લીધો હતો. ક્રાઈમબ્રાંચે આરોપીને રામોલ પોલીસને સોંપ્યો હતો.

રામોલ પોલીસની તપાસમાં આરોપીને દારૂનો જથ્થો આપનાર શખ્સ હાથીજણનો જીતેન્દ્ર મોદી હોવાનું જાણવા મળ્યું છે. રામોલ પોલીસે બંને વિરૂદ્ધ ગુનો દાખલ કરી જીતેન્દ્ર મોદીની શોધખોળ હાથ ધરી છે.