ડેડીયાપાડા: પ્રેમીઓ કયારેક પ્રેમમાં સંબધોની હદ પાર કરી એવી ભૂલ કરી કે પછી ભગવાન આપેલા ફૂલ જેવા બાળકને ત્યજી દેવાનો વારો આવતો હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ડેડીયાપાડાના નાની સિંગલોટી ગામે તરાવ નદીના પાણીમાં પથ્થર અને ઘાસથી દાટી દેવામાં આવેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ સિંગલોટી ગામના ચોકીમાલી ફળિયામાં રહેતાં મુળજી વસાવા તરાવ નદીના કાંઠા વિસ્તારના છે તેણે નદીના પાણીમાં ઘાસ અને પથ્થરોથી ઢાંકી દેવાયેલો નવજાત શિશુનો મૃતદેહ જોયો અને તાત્કાલિક ધોરણે આ ઘટનાની જાણ પોલીસને કરી. ખબર મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે કે બાળક તાજુ જન્મેલું હતું. કોઇ નિર્દય માતાએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને આવી જગ્યા પર ફેકી ગઈ હશે. પોલીસે નવજાત બાળકની આવી હાલતમાં છોડી જનારનું તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે બાળકો વગરના માં-બાપ સંતાન સુખ માટે મંદિરો અને મસ્જિદોના પગથિયા ઘસી નાખતાં હોય છે. ત્યારે કેટલાક નિર્દય પ્રેમીઓ નવજાત શિશુઓને ત્યજી દેતાં હોય છે. વાસનાના ભૂખ્યા આવા પ્રેમીઓ શું સાજે જ પ્રેમનો મતલબ સમજે છે ખરા ? આ કલયુગી પ્રેમ કેટલા માસુમ નવજાત બાળકોનો જીવ લેશે.