ધરમપુર: ગતરોજ ધરમપુર 26 નવેમ્બરના રોજ મોડેલ સ્કૂલ ,માલનપાડામાં એનએસએસ અંતર્ગત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રોજેક્ટ ઓફિસર ,એનએસએસ, શ્રી હાર્દિકભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.
જુઓ વિડીયો…
Decision News ને મળેલી જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુરના એજ્યુકેશન ઓફિસર શ્રી પ્રજ્ઞેશભાઈ રાઠોડ દ્વારા બંધારણીય આમુખ પ્રતિજ્ઞાનું વાંચન કરાવી વિદ્યાર્થીઓને બંધારણ અંગેની માહિતી પણ આપવામાં આવી. આજરોજ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી રાત્રે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી મોડલ સ્કૂલ, માલનપાડામાં આકાશદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો .એમાં અત્યંત આધુનિક ટેલિસ્કોપ વડે ચંદ્ર ગ્રહ, ગુરુ ગ્રહ તથા શનિ ગ્રહને ટેલિસ્કોપના માધ્યમથી આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા નિહાળવામાં આવ્યું. શ્રી પ્રજ્ઞેશભાઈએ વિદ્યાર્થીઓને આકાશ સંબંધિત, ગ્રહો સંબંધિત વિશેષ માહિતી પણ આપવામાં આવી હતી.
ગણિત -વિજ્ઞાન મંડળ અંતર્ગત યોજાયેલ આ પ્રવૃત્તિમાં 100 થી વધારે વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો. ગણિત વિજ્ઞાન મંડળ કન્વીનરશ્રી મહેન્દ્રકુમાર યુ પટેલ, દિપાલીબેન ચુડાસમા, શ્રી અંકિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. શાળાના આચાર્ય ડો. વર્ષા બી પટેલે આ વિશિષ્ટ પ્રકારના કાર્યક્રમ માટે સર્વ શિક્ષકો તથા વિદ્યાર્થીઓને લાભ લેવા બદલ અભિનંદન આપ્યા તથા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર એજ્યુકેશન ઓફિસર શ્રી પ્રજ્ઞેશભાઈ રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લાશિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયા સાહેબે આ વિશિષ્ટ કાર્યક્રમ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.