આપણા ભારત દેશમાં 26 નવેમ્બર સંવિધાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે સંવૈધાનિક મૂલ્યોને પ્રમોટ કરવા માટે સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે સંવિધાન દિવસ મનાવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રીય સંવિધાન દિવસને રાષ્ટ્રીય કાનૂન દિવસ અને ભારતીય સંવિધાન દિવસ તરીકે પણ લોકો માને છે.
26 નવેમ્બર 1949ના રોજ ભારતનું સંવિધાન સંવિધાન સભાએ સભાએ વિધિવત રીતે સ્વીકાર્યું હતું અને સ્વીકાર કર્યાના બે મહિના બાદ એટલે 26 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાનને સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યું હતું. પણ 26 નવેમ્બરે સંવિધાન દિવસ તરીકે મનાવામાં આવે છે. સામાજિક ન્યાય મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ 26 નવેમ્બરના દિવસને સંવિધાન દિવસ તરીકે મનાવાનો નિર્ણય કર્યો હતો. સંવૈધાનિક મૂલ્યોની જાણકારી દેશના દરેક નાગરિકને હોય, એટલા માટે આ દિવસને મનાવામાં આવે છે.
ભારતીય સંવિધાન સાથે સંકળાયેલી જાણી-અજાણી વાતો..
1. વર્ષ 2015માં 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે મનાવાનો નિર્ણય કર્યો હતો, તે એટલા માટે ખાસ છે કેમ કે તે વર્ષે સંવિધઆન નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરની 125મી જન્મજયંતિ મનાવામાં આવી રહી હતી.
2. ભારતીય સંવિધાનને વિશ્વનું સૌથી લાંબુ લેખિત સંવિધાન માનવામાં આવે છે. તેમાં કેટલાય દેશોના સંવિધાનને અપનાવવામાં આવ્યું છે. એટલા માટે તેને ‘Bag of Borrowings’ પણ કહેવાય છે, તેમાં અમુક ભાગ યૂકે, અમેરિકા, જર્મની, આયરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જાપાનના સંવિધાનમાંથી લાવવામાં આવ્યું છે.
3. ભારતીય સંવિધાનમાં નાગરિકોના મૌલિક અધિકાર, કર્તવ્ય, સરકારની ભૂમિકા, પીએમ, રાષ્ટ્રપતિ, ગવર્નર અને સીએમનો શક્તિઓનો ઉલ્લેખ કર્યો છે.
4. સંવિધાનની મૂળ કોપી ટાઈપ અથવા પ્રિન્ટેડ નથી. તેને પ્રેમ નારાયણ રાયજાદાએ હાથેથી લખી હતી. સંવિધાનને કેલીગ્રાફીમાં ઈટેલિક અક્ષરોમાં લખ્યું છે.
5. સંવિધાનની ઓરિજિનલ કોપી 16 ઈંચ પહોંળી છે તેમાં 22 ઈંચ લાંબા પ્રેચમેન્ટ શીટ પર લખેલ્યું છે. તેમાં કુલ 251 પેજ છે. આખા સંવિધાનને તૈયાર કરવા માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. 26 નવેમ્બર 1949ના રોજ તે પુરુ થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ તે લાગૂ થયું.
6. સંવિધાનની અસલી કોપી હિન્દી અને અંગ્રેજી, બંને ભાષામાં લખેલી હતી.24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાન સભામાં 284 સભ્યોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા, તેમાં 15 મહિલા સામેલ હતી.
7. ભારતીય સંવિધાનમાં 395 અનુચ્છેદ, 22 ખંડ અને 8 અનુસૂચિ છે. જો કે, હાલના સમયમાં આપણા સંવિધાનમાં 470 અનુચ્છેદ, 25 ખંડ અને 12 અનુચૂસિની સાથે સાથે 5 પરિશિષ્ટ પણ છે.
8. સંવિધાનમાં કુલ 1,45,000 શબ્દ છે. અંતિમ રુપ આપતા પહેલા તેમાં 2000થી વધારે સંશોધન કર્યા હતા.
9. ભારતીય સંવિધાનની મૂળ સંરચના ભારતય સરકાર અધિનિયમ 1935 પર આધારિત છે.
10. ડો, ભીમરાવ આંબેડકરને ભારતીય સંવિધાનના નિર્માતા કહેવાય છે. ભારતીયના પ્રથમ કાયદા મંત્રી ડો. આંબેડકર સંવિધાન સમિતિના અધ્યક્ષ પણ હતાં.