વલસાડ: 2022 વિધાનસભાની ચૂંટણીઓના પગલે દક્ષિણ ગુજરાતના દમણના અડીને આવેલા વલસાડ જીલ્લામાંથી દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે જાહેરનામા બાદ કાર્યવાહી શરૂ કરી દેતા છેલ્લા 21દિવસમાં જિલ્લા પોલીસવિભાગે રૂ.1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લેવાયા હોવાનું પોલીસ સુત્રોનું કહેવું છે.
Decision Newsને પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો ચેકપોસ્ટ પર ખડકી દેવામાં આવી હતી અને આ ટીમોએ પોલીસ હદ વિસ્તારોમાં વાહન ચેક, પેટ્રોલિંગ અનેરેડ પાડવાની કાર્યવાહી સતત જારી રાખતાં છેલ્લા 21દિવસમાં જિલ્લા પોલીસવિભાગે રૂ.1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપી લીધો છે તથા અત્યાર સુધીમાં દારૂના નાના મોટા મળી 550 જેટલા કેસો નોંધી 650 જેટલા આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી ચુકી છે.
વલસાડ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીના જાહેરનામા પછી આચારસંહિતા લાગૂુ થઇ અને ત્યાર પછી જિલ્લા પોલીસે સંઘપ્રદેસ દમણ, દાનહ માંથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાએ જિલ્લાની મહારાષ્ટ્ર બોર્ડ, સંઘપ્રદેશની બોર્ડર ચેકપોસ્ટ પર એલસીબી, એસઓજી, સ્થાનિક પોલિસ મથકોની ટીમોને ગોઠવી સતત પેટ્રોલિંગ અને હાઉસ રેડ દ્વારા આ પ્રવૃત્તિઓ રોકવાનું અભિયાન ચલાવ્યું હતું જેમાં 3 નવેમ્બરથી 24 નવેમ્બર સુધીના 21 દિવસોમાં વાહનોના લઇ જવાતા દારૂનો 85740 નંગ બોટલોનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે જેની કિંમત રૂ.1 કરોડથી વધુ હોવાનું આંકવામાં આવી રહી છે અને રૂ.4 કરોડ કરતાં પણ વધારે 150 જેટલા વાહનોને પકડયા છે.

