વલસાડ: આજે વલસાડમાં એક લગ્ન મંડપમાંથી એવા દ્રશ્યો ચિત્રો સામે આવ્યા કે જે દરેક નાગરિકની કદાચ કલ્પનાની બહાર હોય.. આજે વલસાડના એક લગ્નમંડપમાં એક પિતા વગરની દીકરીનું કન્યાદાન CRPFના જવાનોએ સાથે મળીને કર્યું હતું.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડના પારડી તાલુકાના એક હોલમાં CRPFના જવાનો રોકાયા હતા ત્યાં જ એક પિતા વગરની દીકરીનો લગ્નમંડપ રચાયો હતો ત્યારે CRPFના જવાનોને ખબર મળી કે અહી જે દીકરીના લગ્ન થઈ રહ્યા છે તેમના પિતાજી હયાત નથી. આ ખબર મળતા બધા CRPFએ ભેગા મળીને દીકરીનું કન્યાદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને બંને પક્ષોએ વધાવી લીધી હતી અને બાદમાં કન્યાદાન થયું ત્યારે આ લગ્ન મંડપમાં લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.