ગુજરાત: હવે ગુજરાતમાં પહેલાં તબક્કાની વિધાનસભાની ચૂંટણીના ગણતરીના 5 દિવાસો બાકી છે ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે સવારે પાર્ટીનો ‘સંકલ્પપત્ર’ જાહેર કર્યો હતો. ત્યારે આદિવાસી સમાજના લોકો ભવિષ્યને લઈને ભાજપે શું આયોજન બનાવ્યું છે આવો જોઈએ..
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ભાજપના સંકલ્પ પત્રમાં આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ કરીશું. અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ અંતર્ગત 4-6 લેન હાઈ-વે, જંગલ આધારિત ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો અને આદિવાસી સાંસ્કૃતિક સર્કિટ (પાલ દઢવાવ – સ્ટેચ્યૂ ઑફ યુનિટી – શબરી ધામ)નું નિર્માણ કરીશું. આદિવાસી ક્ષેત્રોમાં દરેકને સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના કરવાનું કહેવામાં આવ્યું છે.
યુવાનો માટે રોજગારી ઊભી થાય એ હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના કરીશું. મેરિટના આધારે આદિવાસી સમુદાયના 75,000 વિદ્યાર્થીને શ્રેષ્ઠ રહેણાક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 ‘બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા’ઓ સ્થાપવાની વાત કરાઈ છે.

