નર્મદા:પ્રતિભાને શહેર કે નાના ગામ વિદ્યાર્થીઓ સાથે કોઈ લેવા દેવા નથી હોતા..’ આ વાક્ય નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાની અંતરિયાળ વિસ્તાર માલ-સામોટ ની વિધાર્થીની તાલુકા કક્ષાએ પ્રથમ આવી સત્ય પ્રતીત કરાવ્યું છે એમ કહી શકાય.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ડેડીયાપાડા તાલુકાની અંતરિયાળ વિસ્તાર માલ-સામોટની પ્રાથમિક શાળામાં ભણતી ધોરણ- ૪ ની વિધાર્થીની તેજસ્વીબેન મગનભાઈ વસાવા એ સમગ્ર તાલુકામાં વાર્તા કથન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ છે સમગ્ર તાલુકા માં સામોટ પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું છે.

સમગ્ર શાળા પરિવાર માં-બાપની શિક્ષણ માટે બાળકને અપાયેલી પ્રોત્સાહકતા અને તેજસ્વીબેનની મહેનતને બિરદાવે છે અને વિદ્યાર્થીની ની આ ઉપલબ્ધી માટે અભિનંદન સાથે ગર્વની લાગણી અનુભવે છે.