ધરમપુર: ગતરોજ ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે આચાર સહિતા ની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી આસુરા ગામના સ્થાનિક મુખ્ય લોકો સાથે PSI શ્રી ધરમપુરને રાકેશ નામના વ્યક્તિ ધરમપુર પોલીસ તંત્ર પર અપમાન જનક શબ્દો વાપરી તંત્રને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી તે બાબતની રજુઆત કરવામાં આવી હતી.
જુઓ આ મુદ્દે અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલનું શું કહેવું છે..
રાકેશ નામનો વ્યક્તિ જે બોલે છે એનું રેકોર્ડિંગ સાથે (28.20 સેકન્ડ પર બોલવામાં આવેલ હોઈ) ગતરોજ રજુઆત કરવામાં આવી અને અમને અમારા ધરમપુરના પોલીસ તંત્ર પર પૂરેપૂરો ભરોસો હોઈ જેઓ આવું ખોટું કરી ન શકે માટે આવા વ્યક્તિને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અપીલ કરાઈ છે.

