ચીખલી: હાલમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીના ગણતરીના દિવસો બાકી છે એવામાં વાંસદા- ચીખલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર પણ ડોર ટુ ડોર પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે ત્યારે ગતરોજ તેમને ચીખલી તાલુકાના બામણવેલ ગામમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનું ભાજપના કાર્યકરોનું કહેવું છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે વાંસદાના ભાજપના ઉમેદવાર પીયુષ પટેલ અને તેમના કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર-પ્રસાર માટે ફરી રહ્યા છે અને ગતરોજ ચીખલી તાલુકાના બામણવેલ ગામમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે ભાજપની સભામાં ઘણા લોકો ભેગા થયા હતા અને લોકોએ ઉમેદવાર અને કાર્યકરોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે હોદેદારો દ્વારા રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી પણ પૂરી પાડી હતી.
સમગ્ર કાર્યક્રમમાં કાર્યકરો, અગ્રણીઓ અને નાગરીકો પણ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. પીયુશભાઇને ફૂલહાર કરી ભવ્ય સ્વાગત કરાયું હતું.











