કપરાડા: એમ કહેવાય છે કે ઘરકંકાસના પરિવારના બરબાદીનું કારણ બનતો હોય છે જે વિધાન ફલિત થયાની ઘટના કપરાડા તાલુકાના પીપરોણી ગામના મૂળ ફળિયામાંથી સામે આવી છે જ્યાં એક પરિવારમાં ઘરકંકાસને લઈને પતિએ સાથે રહેતા પુત્ર અને પુત્રીને ગળેટૂંપો આપી હત્યા કરી નાખી અને પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ કપરાડાના પીપરોણી ગામના મૂળ ફળિયામાં રહેતા સંજય ઈદિયાભાઈ વારલી અને તેમના પત્ની સુનિતા વચ્ચે છ જેટલા મહિનાથી નારાજગી હતી અને તેથી સુનિતા તેના બે સંતાનોને સંજય પાસે મૂકી ગઈ હતી. સંજય બેરોજગાર હતો જેના કારણે હંમેશા ટેન્શનમાં રહેતો હતો. ત્યારે ગઈકાલે સંજયે તેના 8 વર્ષના દીકરા અને 5 વર્ષની દીકરીનું ગળું દબાવી મારી નાખ્યા હતા અને પોતે પણ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનાની જાણ નાનાપોઢા પોલીસને મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસે પહોંચી ત્રણેય લાશનો કબ્જો લીધો અને નિધુભાઈની ફરિયાદ નોંધી આગળની તપાસ હાલમાં શરુ કરી હોવાનું હાલ જણાયું છે.

