ગુજરાત: ગુજરાતમાં ચૂંટણી પ્રચાર હવે ધીરે ધીરે વેગ દેખાય રહ્યો છે. અને સત્તાધારી પક્ષની તડામાર તૈયારી સામે આવી છે. ત્યારે 2022 વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકો મતોના મેદાને ઉતારી વિજય મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપે દિગ્ગજ નેતાઓની ફોજ પ્રચાર મેદાનમાં ઉતારી દીધી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અવારનવાર ગુજરાત આવી રહ્યા છે. તેઓ આજથી ફરી બે દિવસ ગુજરાતમાં 8 સ્થળઓએ ઝંઝાવાતી પ્રચાર કરશે. આજે બપોરે 1 વાગ્યે મહેસાણા, અને 3-30 વાગ્યે દાહોદમા સભા ગજવશે. જ્યારે સાંજે 5-30 વાગ્યે વડોદરા અને સાંજે 7-30 વાગ્યે ભાવનગરમાં સભા સંબોધશે. બપોરે ૧:૦૦ વાગ્યે એરોડ્રોમ, મહેસાણા બપોરે ૩:૩૦ વાગ્યે ખારોડ, દાહોદ સાંજે ૫:૩૦ વાગ્યે નવલખી ગ્રાઉન્ડ, વડોદરામાં સભા યોજાશે.
જેને લઈને ભાજપના સર્મથકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહો છે. વિરોધીઓને પછાડવા હાલમાં ભાજપ તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે.

