કપરાડા: આજે દક્ષિણ ગુજરાતના સમગ્ર વિસ્તારમાં ચુંટણીનો માહોલ જામી ચુક્યો છે અને ચુંટણી લડનારા પક્ષો પોતાની તમામ તાકાત લગાવી વિજય મેળવવા માટે પ્રચાર પ્રચારની કામગીરી યુધ્ધના ધોરણે કરી રહ્યા છીએ ત્યારે  વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભાજપ પક્ષના ઉમેદવાર મંત્રી જીતુભાઈ ચૌધરીનો ચાવશાળા ગામમાં વિરોધ થયાનો વિડીયો વાયરલ થયો છે.

જુઓ વિડીયો..

સ્થાનિક રિપોર્ટર બિપીન રાઉતના જણાવ્યા અનુસાર ગતરોજ કપરાડા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી વિધાનસભાની ચુંટણીના પ્રચાર-પ્રસાર કરવા માટે કપરાડાના ચાવશાળા ગામમાં ગયા હતા ત્યારે ગ્રામજનો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં કપરાડામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આ વખતે રાજકીય વિશ્લેષકો પણ સમીકરણો બદલાશે એવું માની રહ્યા છે.