વાંસદા: હાલમાં ચુંટણીના સમયમાં ગ્રામિણ વિસ્તારોમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ ધાકમાળ ગામ નજીક ડાંગના બારખાંદીયા ગામના માવલી દેવપૂજામાં બાઈક લઈને આવેલા ત્રણ યુવાનોના ઝાડ સાથે અથડાતા ચાલકનું જગ્યા પર જ મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ રવિ હરિદાસ પાલવે, યોગેશ રામચંદ્ર ભોયે અને રાહુલ જગુભાઈ તુંમડા આ ત્રણેય યુવાનો ડાંગના બારખાંદીયા ગામના છે અને તેઓ વાંસદામાં મિત્રને ત્યાં માવલી દેવપૂજામાં આવ્યા હતા. મિત્રનું કહેવું છે કે અમે થોડીકવાર પછી આવીએ છીએ તેમ કહીંને વાંસદા તરફ નીકળ્યાં હતા. ત્યારે તેઓ જ્યારે  ધાકમાળ ગામમાંથી પસાર થઇ રહ્યા હતા તે સમયે તેમની બાઈક ઝાડ સાથે અથડાતા બાઈક ચાલક રવિ હરિદાસ પાલવે ગંભીર ઈજા થઇ અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને તેના અન્ય બે મિત્રોને સામાન્ય ઈજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પહેલા તેમને સારવાર માટે વાંસદા કોટેજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા બાદમાં તેમને વલસાડ સિવિલમાં ખાસેદયની માહિતી મળી રહી છે.