નર્મદા:સરદાર સરોવર ડેમના અસરગ્રસ્તો પડતર માંગણીઓને લઇને 38 દિવસથી શીરા ગામ ખાતે હડતાલ કરી રહ્યા છે.જો તેઓની નેતાઓ મુલાકાત લઈ માંગણીઓ પૂરી કરવાની ખાત્રી નહિ આપવામાં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરશેની ચીમકી આપવામાં આવી છે.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ સરદાર સરોવર ડેમ બનાવવા જમીનનો ભોગ આપનાર આદિવાસીઓ તેઓની પડતર માંગણીઓને લઈને 38 દિવસથી હડતાલ કરી રહ્યા છે. જેમાં છોટાઉદેપુર.વડોદરા.નર્મદા કુલ મળી ત્રણ જિલ્લાની 236 જેટલી નર્મદા અસરગ્રસ્તોની વસાહતો આવેલી છે. આ તમામ અસરગ્રસ્તોની અનેક પડતર માંગણીઓ છે.આવનાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અસરગ્રસ્તો હડતાલ કરી રહ્યા છે.સરકારના નેતાઓ સાથે અસરગ્રસ્તોના આગેવાનો દ્વારા અનેકવાર મીટીંગો કરી કરી છે. પરંતુ સરકાર આ અસરગ્રસ્તોની માંગણીઓ પૂરી કરવાની વાત કરતી નથી. આ હડતાલ કરી રહેલા અસરગ્રસ્તોની નેતાઓ મુલાકાત લઈ માંગણીઓ પૂરી કરવાની ખાત્રી આપે તો ચૂંટણીમાં મત આપશે. કોઈ પણ પાર્ટીના નેતા આવી અસરગ્રસ્તોની મુલાકાત લઈ તેઓની પડતર માંગણીઓ પૂરી કરવાની ખાત્રી આપવામાં આવે તો અસરગ્રસ્તો મતદાન કરશે.

હડતાળ પર બેઠેલા લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર અમારી કોઈ માંગણીઓ પૂરી કરતી નથી જેને લઇને સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં 22 હજાર જેટલા મતદારો આવેલા છે.ત્યારે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અસરગ્રસ્તો મતદાન નહિ કરે તેવું જણાવ્યું હતુ.જો કોઈ પણ પાર્ટીના નેતાઓ દ્વારા હડતાલ કરી રહેલા અસરગ્રસ્તોની મુલાકાત નહિ લેવામાં આવે તો અસરગ્રસ્ત આગેવાનો દ્વારા નક્કી કરી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.