ધરમપુર: આમ આદમી પાર્ટીના બિરસા મુંડા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ઈશ્વરભાઈ ડી. પટેલ ગતરોજ રાજીનામુ લોકસભા પ્રભારીને વોટ્સએપ પર મોકલી આપ્યાની ઘટના સામે આવતા ધરમપુરના રાજકારણ ફરી સળવળાટ સારું થઇ ગયો છે.
જુઓ વિડીયો..
સોશ્યલ મીડિયા પર વાયરલ વિડીયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે તેમને ધરમપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની ટીકીટ ફાળવણી વખતે વિશ્વાસમાં નહિ લેવામાં આવ્યા ન હતા જેના કારણે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાને વોટ્સએપ પર રાજીનામું મોકલી આપીને આમ આદમી પાર્ટીના હોદ્દા પરથી રાજીનામું આપું છું તેમણે આમ આદમી પાર્ટીના પદ તથા પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું પ્રદેશ પ્રમુખ, ઇસુદાન ગઢવી, આપ જિલ્લા પ્રમુખ અને લોકસભા પ્રભારીને વોટ્સએપ પર મોકલી આપ્યું છે.
જ્યારે હવે પછી આ વિધાનસભામાં કોને ચુંટણીમાં મદદરૂપ બનશો એમ Decision News દ્વારા પૂછતાં તેમણે જણાવ્યું કે હવે જે આદિવાસી સમાજના પ્રશ્નો અને સમસ્યા માટે સતત લડતા નેતાને સાથે રહીશ. આમ તેમણે આડકતરી રીતે પોતાના જમાઈ જે અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે અને જે આદિવાસી સમાજના લોકો સાથે રાખીને લડી રહ્યા છે તેમને સાથ આપવા તરફ ઈશારો કરી દીધો છે ત્યારે હવે ધરમપુર બેઠક પર ભાજપ કોંગ્રેસ કે આપ પાર્ટીના ઉમેદવારો આ ઘટનાને હળવા લેશે તો સમીકરણો બદલાય પણ શકે છે.

