કપરાડા: ગ્રામિણ વિસ્તરોમાં હવે મૃત્યુ થયાની એવી ઘટનાઓ સામે આવી રહી છે કે તમારે વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે ત્યારે આવી જ એક ઘટના કપરાડાના બાલચોંઢી ગામમાં એક યુવકની લાશ ઘરમાંથી મળી છે જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

એવું જાણવા મળી છે કે કપરાડાના બાલચોંઢી ગામના પટેલ ફળિયામાં રહેતા મહેન્દ્ર રણછોડભાઇને તેની મોટી બહેન સકુંતલાબેન ભાઇને ફોન કરી રહ્યા હતા પણ ફોન ન ઉપાડતા તેણી ભાઈને મળવા ગયા તો ઘરે જઈને જોયું તો ભાઈનો મૃતદેહ ઘરમાં ખાટલા પર પડ્યો હતો. બહેનને આઘાતજનક પરિસ્થિતિમાંથી બહાર આવી આ ઘટનાની જાણ તાત્કાલિક દિનેશ પટેલને કરી અને તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

હાલમાં પોલીસે લાશના પીએમ કરી આ મૃત્યુ પાછળના રહસ્યોને ઉકેલવામાં માટે સઘન પ્રયાસો આદરી દીધા છે. લગભગ ત્રણ દિવસ પછી મોતની ઘટના સામે આવતા લાશ કોહવાઈ ગઈ હતી અને દુર્ગંધ મારતી હતી. ઘરમાં મહેન્દ્રભાઇ ઘરમાં એકલા રહેતા હતા