કપરાડા: આગામી ૧ ડિસેમ્બર ના રોજ યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ માં કપરાડામાં પ્રથમવાર ભાજપ,કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી સહિત કુલ ૭ જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમા ઉતર્યા છે .ત્યારે આ બેઠકની આ વખત ની ચૂંટણી વધુ રસપ્રદ બને તેવું શક્યતા લોકો જોઈ રહ્યા છે.
Decision Newsને મળેલી જાણકારી મુજબ આ વખતે 181 – કપરાડા વિધાનસભા બેઠક પર રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષોના નોંધાયેલા ઉમેદવારો 3 જેમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ હરજીભાઈ ચોધરી, બહુજન સમાજ પાર્ટીના વેચનભાઈ લલ્લુંભાઇ પટેલ જ્યારે રાષ્ટ્રના અને રાજ્ય કક્ષાના માન્ય રાજકીય પક્ષો સિવાયના નોંધાયેલા ઉમેદવારો ૩ જેમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા પક્ષ દ્વારા ગુરવ કમલેશભાઈ શ્રાવણભાઈ, આમ આદમી પાર્ટીના જયેન્દ્રભાઈ ગાવિંત, રાષ્ટ્રીય સમાજ પક્ષના સુભાષભાઈ રડકાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના વસંતભાઈ બરજુલભાઈ પટેલ, અને એક અપક્ષ તરીકે ગોરાંગભાઈ રમેશભાઇ પટેલે ઉમેદવારી નોંધાવી છે .
પ્રથમ તબક્કા ની 1 ડિસેમ્બર યોજાનાર ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી. વલસાડ જિલ્લા ના 181 – કપરાડા વિધાનસભા બેઠક પર વિવિધ પક્ષો અને અપક્ષના મળી કુલ ૯ જેટલા ઉમેદવારી પાત્રો ભરાયા હતા. જેમાંથી ભાજપ કોંગ્રેસના ડમી ઉમેદવારોએ 2 ઉમેદવારી પત્ર પરત ખેંચતા હાલે ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જેમાં કુલ 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમા ચૂંટણી લડશે. એક જાણકારી મુજબ 181 – કપરાડા વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભૂતકાળમાં વધુમાં વધુ ૪ અને 5 થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ન ઉતર્યા હોવાનું જાણવા મળે છે. ત્યારે આ બેઠક પર પ્રથમવાર 7 ઉમેદવારો ચુંટણી લડશે.

