પારડી: ગતરોજ પારડીમાં મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે ભારતીય જનતા પાર્ટી ના પારડી વિધાનસભાના લોકલાડીલા ઉમેદવાર શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ જોડે વાપી અને પારડીની આજુબાજુના વિસ્તારોના ધોડિયા પટેલ સમાજના નાગરિકો અને સમાજના અગ્રણીઓ એ ચૂંટણીલક્ષી અગત્યની બેઠક કરી હતી.
આ બેઠકમાં અને વલસાડ અને ડાંગ ના સાંસદ ડો. કે સી પટેલ સાહેબ, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિતલબેન પટેલ ,પારડી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જગદીશભાઈ પટેલ એસટી મોરચાના નટુભાઈ પટેલ સાથે મયંકભાઇ પટેલ અંકિતભાઈ પટેલ પુનિતભાઈ પટેલ અને સમાજ અગ્રણી ના આગેવાન ની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી
સાથે ધોડિયા પટેલ સમાજ દ્વારા આદરણીય કનુભાઈ દેસાઈને જંગી બહુમતીથી ચૂંટણી જીતાડવા માટે બાંહેધારી અપાઈ હતી.

