વડગામ: ગુજરાતમા વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પહલ-ચહલ તેજ થઈ છે. જેમ જેમ મતદાનની તારીખો નજીક આવે છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જોવા મળે છે. જીગ્નેશ મેવાણીએ આજે વડગામથી ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. તેમના નામાંકન વખતે યુવા નેતા કનૈયા કુમાર પણ હાજર રહ્યા હતા.

નામાંકન પહેલે જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારે જંગી સભાને સંબોધન કર્યું ઉમેદવારીપત્રને લઈને જીગ્નેશ મેવાણીની સમર્થન સભા યોજાઈ હતી. જેમાં જિજ્ઞેશ મેવાણી અને કનૈયા કુમારે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને આ વખતની ચુંટણીમાં ભાજપ સરકારને ગુજરાતમાં પાઠ ભણાવવા ગુજરાતીઓને આહ્વાહન કર્યું.