ચીખલી: નવસારી જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર વર્ગ-૩ ના કર્મચારી વિલીસભાઇ વિક્રમભાઇ પટેલે જમીન માપણી ની કામગીરી બાબતે લાંચ માગતા સુરત ACB એ છટકું ગોઠવી ચીખલી થી રંગે હાથ ઝડપાયાની ઘટના સામે આવી છે.

ભ્રષ્ટાચારનો વ્યાપ ગુજરાત દિન પ્રતિદિન વધી રહ્યો છે પરંતુ જાગૃત નાગરિકોને કારણે અનેક ભ્રષ્ટ અધિકારીઓ એન્ટી કરપ્શનના હાથે પણ ઝડપાઈ જતા હોય છે. આવું જ કંઈક બન્યું છે નવસારી જિલ્લામાં ચીખલીના રાનવેરી ખુર્દ ગામે બ્લોક સર્વે નં.૯૩૯ વાળી જમીન આવેલ હોય, જે જમીનની માપણી કરવા ફરીયાદીએ ઓન લાઇન અરજી કરેલ હતી. તેની માપણીની કાર્યવાહી કરી માપણી શીટ આપવાના અવેજ પેટે નવસારી જીલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર વર્ગ-૩ના કર્મચારી વિલીસભાઇ વિક્રમભાઇ પટેલે જમીન માપણીની કામગીરી બાબતે ફરીયાદી પાસે રૂ.૩૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.

લાંચની માંગણી કરતા ફરિયાદી ખેડૂતે સુરત ACB નો સંપર્ક કરી છટકું ગોઠવતા આજે અધિકારી એસીબીએ રક્ઝકના અંતે રૂ.૩૦,૦૦૦/- નક્કી કરેલા જે છટકું ગોઠવી હરીઓમ વડાપાઉની લારી સામે જાહેર રોડ ઉપર, ચિખલી ચાર રસ્તા, ને.હા. ૪૮, ચિખલી ખાતેથી લાંચ લેતા રંગે હાથ ઝડપી આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કેસમાં ટ્રેપીંગ અધિકારી ટ્રેપીંગ અધિકારી શ્રી કલ્પેશ ધડુક,પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત શહેર એ.સી.બી પો.સ્ટે. તથા ટીમ.., સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરતનાં સુપર વિઝનમાં યોજાયું હતું.