નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે આદિવાસી સમાજ આગેવાઓએ બિરસા મુંડા ચોક ખાતે સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર આદિવાસી નેતા અને જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ગરૂડેશ્વર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

બિરસા મુંડાજી એક એવા જનનાયક હતા જેમને જળ, જંગલ, જમીન, સંસ્કૃતિ અને સમાજની રક્ષા કરી હતી. ક્રાંતિકારી ચિંતન થી આદિવાસી સમાજને નવી દિશા આપી. દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર, એવા મહાન ક્રાંતિવીર નાયકની જયંતીને લઈને તમામ આદિવાસી સમાજના લોકોએ આ જન્મ જયંતિની ઉજવણી કરી હતી. ત્યારે ગરૂડેશ્વર તાલુકામાં પણ ડૉ. પ્રફુલ વસાવાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ડૉ પ્રફુલભાઈ દેવજીભાઈ વસાવાએ ગરૂડેશ્વર તાલુકાનાં ગોરા ગામે બિરસા મુંડા ચોક પર ધરતી આબા બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક યુવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.