સુરત: મજુરા વિધાનસભા માટે ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી ગયા અને ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન એકસાથે ઉમેદવારી ફોર્મ ભરવા ભરવાની પ્રક્રિયા કરી હતી.

મીડિયા રીપોર્ટ અનુસાર બંને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં સામસામે આવી ગયા હતા. બંને ઉમેદવારોએ એકબીજાને ગળે મળીને અભિનંદન પાઠવ્યા હતા. રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું. આવું જ એક દ્રશ્ય સુરતમાં જોવા મળ્યું હતું. ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે મજુરા વિધાનસભાથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન ઉમેદવારી નોંધી હતી એકબીજા સામે કોઈ હોબાળો નહિ કરી પરંતુ મિત્રતા દેખાતી હતી.

આ ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી અને કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન સામસામે આવી જતાં એકબીજાને ગળે મળ્યા હતા. ચૂંટણી મેદાનમાં ઊભેલા બંને સ્પર્ધકોએ ખરા અર્થમાં સ્પોર્ટ્સમેન શિપ ખેલદિલીની ભાવના દેખાય આવી હતી.