નર્મદા: આજરોજ નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ગઇકાલે તેમની દેડિયાપાડા અને સાગબારા તાલુકાની મુલાકાત લીધી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ ૧૪૯-દેડિયાપાડા (અ.જ.જા) મત વિસ્તારની દેડિયાપાડા તાલુકાની બિતાડા અને શંભુનગર તેમજ સાગબારા તાલુકાની મહારાષ્ટ્રની સરહદને જોડતી ધનશેરા ખાતેની આંતરરાજ્ય ચેકપોસ્ટની મુલાકાત લઇ આ ચેકપોસ્ટ ખાતે ચૂંટણીલક્ષી ફરજો માટે તૈનાત કરાયેલી ફ્લાઇંગ સ્કોડ, CAPF જવાનો અને પોલીસ જવાનો ધ્વારા થઇ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું અને આ ટીમોને સ્થળ પર જ જરૂરી સૂચનો સાથે શ્રીમતી તેવતિયાએ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ મુલાકાતમાં દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સાથે કાયદો અને વ્યવસ્થા તેમજ સ્ટાફ ડેટા બેઝના નોડલ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, EVM/VVPAT મેનેજમેન્ટના નોડલ અધિકારીશ્રી અને પ્રાયોજના વહિવટદારશ્રી પંકજ ઔંધિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જીજ્ઞાબેન દલાલ વગેરે પણ સાથે જોડાયાં હતાં.