ડેડીયાપાડા: આજરોજ નર્મદા જિલ્લાની 149 ડેડીયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાના સમર્થકો સાથે રેલી યોજી બેન્ડ પાર્ટી સાથે નાસ્તા ગાચતા ઢોલ નગારા વગાડી શક્તિ પ્રદર્શન યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના યુવા ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં હજારોની ભીડ ભેગી થઈ હતી જેને જોતા હાલ આ બેઠક પર પ્રબળ દાવેદાર તરીકે માનવામાં આવી રહ્યા છે હાલમાં ડેડીયાપાડામાં ભાજપના યુવા ઉમેદવાર હિતેશ વસાવા પણ જીતનો વિશ્વાસ કરી રહ્યા છે અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેરમાંબેન વસાવા એ પણ જીત માટે આશાવાદ પ્રગટ કર્યો છે. જયારે ડેડીયાપાડા વિસ્તારના સિટીગ MLA મહેશભાઈ વસાવા એ મેદાન છોડ્યું છે તો એમના સાથી બહાદુર વસાવાને આ સીટ પર ઉમેદવારી નોંધાવી છે.
ડેડીયાપાડા વિધાનસભાની સીટની વાત કરવામાં આવે તો સાગબારા તાલુકાના મત જીત માટે નિર્ણાયક સાબિત કરતા હોય છે ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતા જોતા વિધાનસભા ભવનમાં શ્રી ગણેશ થાય તેવી શક્યતાઓ લોકોની ભીડ અને રેલીને જોતા મતમા કન્વર્ટ થાય તો જીત માટે પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

