દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ BTP અને BTTS ના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધુ છે. જેની જાણકારી દિલીપ વસાવાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ પણ મુકીને આપી હતી.
ABP અસ્મિતાના અહેવાલ અનુસાર BTP અને BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા છોટુ વસાવાની અવગણના કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ST,SC,OBC,માઈનોરિટી સમાજના અધિકારીની લડાઈને નુકશાન થઈ રહ્યું હોવાની વાત દિલીપ વસાવાએ કરી છે. તમને જણાવી દઈએ કે, હાલ દિલીપ વસાવા BTP અને BTTS માં ગુજરાતના મહા સચિવ હતા. મહેશ વસાવાએ પિતા છોટુ વસાવાની બ્રાન્ડ બેઠક પરથી પોતે સત્તાની રુએ ઉમેદવારી કરતા પારિવારિક વિખવાદ બહાર આવ્યો છે. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા તથા ભાણીયા રાજુ વસાવાએ BTP માંથી રાજીનામુ આપી છોટુભાઈને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.
દિલીપ વસાવા સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટ: BTP તથા BTTS ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા દ્વારા જે પ્રમાણે માનનીય શ્રી Chhotubhai A Vasava ની જે અવગણના થઈ છે જેના કારણે ST, SC,OBC, માઈનોરિટી સમાજ ના અધિકાર ની લડાઈ ને ભારે નુકશાન થય રહ્યું છે એ જોતાં હું દિલીપભાઈ છોટુભાઇ વસાવા BTP અને BTTS ના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું.