વઘઇ: ઘણા વખતથી લઈને વઘઈના કુડકસથી ગીરાબદર અને કોશીમપાતળ ગામના ગ્રામજનો દ્વારા રાજકીય નેતાઓ અને સરકારી નેતાઓને રજૂઆતો કર્યા છતાં ગામને જોડતા મુખ્ય રસ્તો બિસ્માર હાલતમાં જ પડયો હોવાને લઈને ગતરોજ વઘઈ મામલતદાર આવેદનપત્ર આપી વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરવાનું જણાવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વઘઈના કુડકસથી ગીરાબદર અને કોશીમપાતળ ગામને જોડતો મુખ્ય રસ્તો વર્ષોથી બિસ્મારની હાલતમાં પડ્યો છે. ગ્રામજનોએ રસ્તાને નવો બનાવવા મુદ્દે રાજકીય નેતાઓ અને અધિકારીઓને અનેક વખત રજુવાત કરી છે પણ આ રસ્તાને લઈને કોઈએ ધ્યાન આપ્યું નથી અને આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી રસ્તાને લઈને કરવામાં આવી નથી ત્યારે હવે ગ્રામજનોએ નક્કી કર્યું છે જો આ રસ્તો પાકો નહિ બનાવામાં આવે તો આવનારી વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. જેને લઈને બધા ગ્રામજનોએ વઘઈ માંમાંલ્ત્દારને આવેદનપત્ર પાઠવ્યું છે.

વઘઈ તાલુકાના કુડકસ ગામ થઈ ગીરાદાબદર અને કોશીમપાતળ ગામને જોડતો મુખ્ય રસ્તો લગભગ 5 કિ.મી અંતર ધરાવે છે. વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને ઇમર્જન્સીના સમયે 108 એમ્બ્યુલન્સ સમયસર ગામમાં પહોંચી શકતી નથી. ગ્રામજનોને ખુબ જ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ગ્રામજનો દ્વારા ચુંટણી બહિષ્કાર કરવાના લેવાયેલા નિર્ણયને લઈને હાલમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે બિસ્માર રસ્તાને લઈને તંત્ર અને નેતા શું નિર્ણય લે તે જોવું રહ્યું