ઉમરપાડા: ઉમરપાડાના ઉમરદા થી કોસંબા તરસાડી આમ આદમી પાર્ટીની ઉમેદવાર સ્નેહલ વસાવા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બંને મહાનુભાવોનું લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

માંગરોળ ૧૫૬ વિધાનસભાના મત વિસ્તારમાં સમાવિષ્ટ ઉમરપાડાના ઉમરદા ગામથી તરસાડી કોસંબા સુધી આમ આદમી પાર્ટીની વાહન રેલી યોજાતા ઉમેદવાર સ્નેહલ વસાવા અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું ઝંખવાવ કોસંબા સહિત ઠેર-ઠેર વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી એ ઉમરપાડાના મોટી હલધરી ગામના સ્નેહલ વસાવા ને ટિકીટ આપતા તેમના નેતૃત્વમાં વાહન રેલી ઉમરદા ગામોથી શરૂ કરાઇ હતી.

ઉમરપાડા, કેવડી, વાડી થઇ ઝંખવાવ આવતા આમ‌ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા રેલીમાં જોડાયા હતાં. ઝંખવાવ વાંકલ મોસાલી કોસંબા થઇ તરસાડી ખાતે આવી પહોંચતા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એ નિવેદન આપતા જણાવ્યું કે હાલની સરકારથી પ્રજાજનો તંગ આવી ચુક્યા છે. આમ આદમી પાર્ટીને પ્રચંડ લોક સમર્થન મળી રહ્યું છે. લોકોની આશા અપેક્ષા મુજબ એક સારી છબી વાળી ભ્રષ્ટાચાર બેરોજગારી મુક્ત સરકાર બનાવવાનું ગુજરાતની‌ પ્રજાએ મન બનાવી લીધું છે, વાહન રેલીમાં આગેવાનો જિલ્લા પાર્ટીના પ્રમુખ કેતન પટેલ ભરતભાઇ પરમાર ‌પાર્ટીના પૂર્વ પ્રમુખ ‌આસિફ મિર્ઝા,દિપક વસાવા, ગિરીશ મિશ્રા,નાસીર શેખ , શબ્બીર જર્મન સહિત અનેક આગેવાનો જોડાયા હતા.