માંગરોળ: માંગરોળ-૧૫૬ વિધાનસભામા આજરોજ આપના ઉમેદવારને આમ આદમી પાર્ટીના સમર્થન રેલીમાં ગોપાલ ઇટાલિયા ની ઉપસ્થિતિ ઉમરદા થી માંગરોળ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માંગરોળ બેઠક પરથી સ્નેહલભાઇ રામસિંગભાઇ વસાવા ચુતાની લડ્શેની જાહેરાત કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ઉમરપાડા તાલુકાના મોટીહલધરી ગામના એસ.વાય.એસ.સી સુધી અભ્યાસ કરી ત્યારે બાદ હાલ નવ નિર્માણ સંધ ઉમરપાડાના ના પ્રમુખ રહીને ઉમરપાડા તાલુકામાં આદિવાસી સમાજ ના પ્રશ્નો સાથે વિશ્વ આદિવાસી દિવસ મહત્વ ભાગ ભજવી છે એવા સ્નેહલભાઇ રામસિંગભાઇ વસાવાને હાલમાં આદમ આદમી પાર્ટીએ ૧૫૬ માંગરોલ વિધાનસભા ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં હાલ સૌથી સામાન્ય લોકો સુધી તેમની ઓળખ ઊભી કરી છે, તેમજ ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી ગણપત વસાવા રહી ચુક્યા છે,તેમના મત વિસ્તારના તેમની સામે ‌મોટો પડકાર આપી બની રહેશે. સાથે હાલ માંગરોળ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જોવા બીજેપી, કોંગ્રેસ, બીટીપી અને આપ ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે.