ખેરગામ: હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવતો તહેવાર એટલે દેવ દિવાળી.. દેવ દિવાળીનો તહેવાર લોકો વિવિધ રીત રસમો જુદી જુદી પરંપરા પ્રમાણે ઉજવણી કરતાં હોય છે ત્યારે ખેરગામના વાડ ગામમાં દેવ દિવાળીનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો.
જુઓ વિડીયો…
Decision Newsને મળેલી માહિતી મુજબ છેલ્લા કેટલાય વર્ષોથી દેવદિવાળીના તહેવાર પર વાડખાડી પર સ્થાનિક આગેવાનો કરશનભાઇ, માજી સરપંચ ચંદ્રકાન્તભાઈ, ડેપ્યુટી સરપંચ રાજુભાઈ, કમલેશભાઈ, રમેશભાઈ, મનોજભાઈ, મુકેશભાઈ સહિતના ગ્રામજનો દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરતા આવેલ છે.
છેલ્લા 2 વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગતા આ રંગારંગ કાર્યક્રમ સ્થગિત કરવો પડયો હતો પરંતુ આ વર્ષે કાર્યક્રમ રંગેચંગે થતાં યુવાનોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. જેમાં અતિથિ વિશેષ તરીકે ડો.નિરવ પટેલ, સતિષભાઇ રિદ્ધિ ઓટો, મિન્ટેશ પટેલ, કીર્તિ પટેલ, ઉમેશ પટેલ, જીતેન્દ્ર પટેલ, મયુર સહિતના અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો.

