ભરૂચ: ગતરોજ જ ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડીયા અને વાલિયા તાલુકાના ભાજપના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ઝઘડીયા બેઠક માટે સ્થાનિક નેતાગીરીને પુછયાં વિના ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો કાર્યકરો સામુહિક રાજીનામા આપી દેશે.
ભરૂચ જિલ્લામાં હજી ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાઈ નથી ત્યારે નેત્રંગ, ઝઘડીયા અને વાલિયા તાલુકાના કાર્યકરોએ ઝઘડીયા બેઠક માટે સ્થાનિક નેતાગીરીને પુછયાં વિના ઉમેદવાર જાહેર કરવામાં આવશે તો કાર્યકરો સામુહિક રાજીનામા આપી દેવાની ચીમકી સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં જે બેઠક બોલાવવામાં આવી હતી ત્યાં ઉચ્ચારી છે.
જો ઝઘડીયા બેઠક પર આમ થાય તો ઝઘડિયામાં ભાજપનો ઉમેદવાર જાહેર થાય તે પહેલાં જ ભાજપમાં ભડકો થાય એવા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મનસુખ વસાવાની આ બેઠકમાં નેત્રંગ, વાલીયા અને ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખો સહિતના કાર્યકરો હાજર હતાં.